Gujarati Quote in Story by Bhavesh

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પબ-જી* ભાગ-2
*======

‘જો બેટા... આ ચેલેન્જ છે... મોબાઇલના વર્ચ્યુલ કેરેક્ટરને મારવા કરતા લાઇવ કેરેક્ટરની ખ્વાહિશ પુરી કરવાનો આનંદ મળશે.. અને જો તુ મારી ચેલેન્જ ન લઇ શકતો હોય તો તને અમારી પેઢી માત્ર સલાહો આપે છે તેવું કહેવાનો કોઇ હક નથી. ’ મણિકાકાએ ખૂબ વિશ્વાસથી કહ્યું અને લાગ્યું કે પેલો યુવાન હવે ચેલેન્જ લેવા તૈયાર થયો.

‘સારુ અંકલ આ ગેમ કેવી રીતે રમવાની...?’

‘એના રુલ્સ આ મારા સાથી મિત્ર જયંતિ કહેશે...!’ મણિકાકાએ તેના મિત્ર તરફ ઇશારો કર્યો.

‘ઇટ્સ સો સિમ્પલ.. તમારે બન્નેએ તમારી બધી વસ્તુઓ અહીં મુકી દેવાની અને તમે જે એકબીજાને ત્રણ લોકેશન આપો ત્યાં જઇ જે વ્યક્તિ મળે તે ઇચ્છે તેની એક ખ્વાહિશ જાણવી અને પુરી કરવી... અને ત્રણ લોકેશન પર રહેલા વ્યક્તિની ઇચ્છા પુરી કરીને જે પહેલો આવશે તે વિજેતા...અને હા... આ ગેમમાં કોઇ વ્યક્તિ સામે ગુસ્સો કે અસભ્યતાનું વર્તન ન કરવું... કોઇ આપણને તુચ્છકારે કે લડે તો પણ તેનો હસતા મોંએ સ્વીકાર કરવો.. એવુ પણ બને કે દરેકની ઇચ્છા આપણે પુરી ન પણ કરી શકીએ...’

પેલા યુવાને તો તરત જ તેની બેગ, મોબાઇલ, વોલેટ, બેલ્ટ બધુ ઉતારી તે અંકલને આપી દીધું અને સબ-જી ગેમ માટે તૈયાર થઇ ગયો.. મણિકાકાએ પણ તેમ જ કર્યુ. પછી બન્નેએ એકમેકને ગાર્ડનના ત્રણ લોકેશન આપ્યાં...

અને યુવાન દોડ્યો નવી સબ-જી ગેમ જીતવા...!

તેને પહેલી ચીઠ્ઠી ખોલી, તેમાં લોકેશન હતું.. ગાર્ડનમાં ભીખ માંગતો કોઇ ભીખારી...

અને તે યુવાન ભીખારીની શોધમાં નીકળી પડ્યો... આખરે તેને એક અપંગ ભીખારી મળ્યો.... ગેમના નિયમ પ્રમાણે તે યુવાને તેની પાસે એકદમ સૌજન્યપૂર્વકનો વ્યવહાર કર્યો...’ સર... મને આપને મળીને આનંદ થયો... હું અહીં તમારી કોઇ એક ઇચ્છા જાણવા આવ્યો છું... અને શક્ય બનશે તો હું તે પુરી કરીશ...’

પેલા ભીખારીને કોઇએ પહેલીવાર સર કહ્યું અને તે આભો જ બની ગયો... અને તે તેને જોઇ જ રહ્યો... પેલા યુવાને તેની વાત ફરી કહી અને પેલા ભીખારીને જાણે વિશ્વાસ આવ્યો...!

તેને પોતાની ખ્વાહિશ કહી, ‘આજે મારે પેલી હોટલમાં એક્વાર પેટભરીને જમવું છે...’

‘બસ... આટલું જ....!’ પેલા યુવાને તો તરત જ તે ભિખારીને સાથે લઇ હોટલમાં ગયો અને જમવાનું મંગાવ્યું... જો કે તેને પછી ખ્યાલ આવ્યો કે તેની પાસે પૈસા તો નથી.
અને તે ઉભો થયો અને તે ભિખારીને કહ્યું, ‘તમે શાંતિથી જમો હું થોડી મિનિટમાં આવ્યો...!’

ગેમ હવે શરુ થઇ... પૈસા વગર તેના ભરોસે હોટલમાં જમી રહેલા ભિખારીનું બિલ કેવી રીતે ચુકવવું...? હું ગમે તેમ કરીને પૈસા લાવીશ... અને તે આખરે ગાર્ડનની આજુબાજુ જોવા લાગ્યો...

તેને જોયું કે એક મોચી પાસે બૂટ પોલિશ કરાવવા માટે લાઇન હતી, તે ત્યાં ગયો અને બોલ્યો, ‘ હું બૂટપોલિશ કરાવવામાં તમને મદદ કરું ? મારે કામ અને પૈસા જોઈએ છે.’

અને પેલા મોચીએ તો તરત જ કહ્યું, ‘હા… આવને આજે મારો દિકરો માંદો છે એટલે સાથે કામ પર નથી આવ્યો... તું હોઇશ તો મારે કામમાં ઉતાવળ થશે.. અને જે મળે તેમાંથી અડધો ભાગ તારો... તું’યે મોચી જ છે’ને...?’

પેલા યુવાને હા કહી અને તરત બેસી ગયો કામ પર... થોડી જ મિનિટમાં તો તેના ભાગના એક સોને વીસ રુપિયા ભેગા થઇ ગયા... અને પેલા મોચીનું કામ પણ થઇ ગયું... અને છેલ્લે તે પોતાની પહેલી કમાણીના પૈસા બગડેલા હાથે લીધાં...

Gujarati Story by Bhavesh : 111084188
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now