હરિનામ છે તો હરિ પણ આવશે આશ્વાસન મારું.
હરિનામ જ હરિને ખેંચી લાવશે આશ્વાસન મારું.
વાસ એનો અંતરમાં છે તોય અવતરવું છે જરુરી,
ધર્મસંસ્થાપન અર્થે ભારત ફાવશે આશ્વાસન મારું.
નહીં સહી શકે પીડા એના ભક્તોની ભક્તવત્સલ,
નિજજનનો પ્રેમ એને લલચાવશે આશ્વાસન મારું.
પ્રતિક્ષાની પરાકાષ્ઠાએ પરમેશને અવતરવું પડશે,
સાધુજનની ઝંખના અવતરાવશે આશ્વાસન મારું.
પાપાચારથી ત્રાહિમામ ધરા પણ અકળાતી હશે,
ગીતાવચન ગોવિંદ હવે સંભારશે આશ્વાસન મારું.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '