શબ્દ હસાવે છે શબ્દ રડાવે છે
અને શબ્દ ફસાવે છે
શબ્દ મારે છે. શબ્દ તારે છે.
અને શબ્દ ડૂબાવે છે
શબ્દ માથું ઝુકાવે છે.શબ્દ માથું ઉઠાવે છે.
અને શબ્દ માથું કપાવે છે.
શબ્દ અમૃત છે. શબ્દ પાણી છે.
અને શબ્દ વિષ છે.
શબ્દ સાધના છે. અને
શબ્દ વાસના છે.
શબ્દ આગ લગાવે છે અને
શબ્દ શાતા આપે છે.
શબ્દ મન પર ઘા કરે છે. અને
શબ્દ મનના ઘા રૂઝાવે છે.
આ શક્તિ છે એક શબ્દની
(આ રચના એક કોલમમાં રજુ થઈ હતી તેમાં ઘણા બધા સુધારા કર્યા પછી આપના સમક્ષ રજૂ કરું છું)