આજે ખુશીની રુદન આવ્યું ગોપેશ્વરને જોઈને,
મેરે મહાદેવ બને ગોપી, આવ્યા મહારાસ રમીને..
ના રોકાણું રુદન મહાદેવ, તમને જોઈને,
ધન્ય ધન્ય થઈ ગઈ વૃંદાવન ભુમી, તમારા કદમો ચૂમીને..
રાધાકૃષ્ણ સંગ મહાદેવ તલ્લીન થયા મહારાસમાં,
દેવી–દેવતાઓએ વધાવ્યા પુષ્પો અર્પણ કરીને..
ધારણ કરાવ્યું ગોપી રૂપ, સ્વયમ માતા યમુનાએ,
પવિત્ર વૃંદાવન ભુમી પર, સ્થાપ્યા સ્વયમ રાધારાણીએ,