જીવતાંમાબાપને સ્નેહથી સાંભળશો
ગુમાવ્યા પછી
"ગીતા" સાંભળવાનો
શું અર્થ?
?સાથે બેસી જમવાની એમની ઈચ્છા
પ્રેમથી પુરી કરજો
પછી ગામ આખાને લાડવા જમાડવાનો
શું અર્થ?
?વ્હાલની વર્ષા કરનારને વ્હાલથી
ભીંજવી દેજો.
ચીર વિદાય પછી આંસુ સારવાથી
શું અર્થ?
?ઘરમાં બેઠેલા માબાપ રૂપી ભગવાનને
ઓળખી લેજો
પછી અડસઠ તીર્થ ફરવાનો
શું અર્થ?
?સમય કાઢી વૃધ્ધ વડલાં પાસે બેસી જાશો
પછી બેસણાંમાં ફોટા સામે
બેસવા બેસાડવાનો
શો અર્થ?
?લાડકોડ પુરનાર માબાપને સદાય
હૈયામાં રાખજો
પછી દિવાન ખંડમાં તસવીર રાખવાનો
શું અર્થ ?
?હયાતીમાં જ હૈયું એમનું ઠારી સેવાનું
સુખ આપજો
પછી ગંગાજળમાં અસ્તી પધરાવવાનો
શું અર્થ?
?માવતર એજ મંદિર એ જ સનાતન સત્ય રાખજો
પછી રામ નામ સત્ય બોલવાનો
શું અર્થ?
?માબાપને ભૂલશો નહીં ?
cp