કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા,
હું શબ્દ ને તું અર્થ,
તારા વગર હું વ્યર્થ.
અડધી ચા, આખી વાતો,
શમી સાંજ, થમેલી યાદો,
ક્યાંક તું, ક્યાંક હું,
મળ્યું શું, ગુમાવ્યું શું,
સવાલ ઘણા, જવાબ એક: *મિત્ર*...
બાળપણથી આદત છે ગમતું સાચવવાની...
પછી તે *વસ્તુ* હોય કે *વ્યક્તિ*!!