Quotes by Pankhir in Bitesapp read free

Pankhir

Pankhir

@pankhir2990


તારા વિયોગ માં ગમ નું ગીત બનવા ચાહું છું
તારા આગમન ની સોહામણી સવાર બનવા ચાહુ છું

તારી ખુશી માં તારા ચહેરા નું સ્મિત બનવા ચાહું છું
તારા ગમ માં તારી પરિપક્વ વિચારધારા બનવા ચાહું છું

તારી હળવાશ માં તારા પ્રેમ ની મિરાત બનવા ચાહું છું
તારા સંઘર્ષ માં તારું મક્કમ મનોબળ બનવા ચાહું છું

ફક્ત એટલુજ કહેવા માંગું છું કે
બની શકું તો તારી નબળાઈ નહીં, તારી તાકાત બનવા ચાહું છું

Read More

મારી "વ્યથા" અનુભવી શકે એવું "હૃદય" તારી પાસે નથી...
અને
હું તને સમજાવી શકું એવા "શબ્દો" મારી પાસે નથી...!

કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા,
હું શબ્દ ને તું અર્થ,
તારા વગર હું વ્યર્થ.

અડધી ચા, આખી વાતો,
શમી સાંજ, થમેલી યાદો,
ક્યાંક તું, ક્યાંક હું,
મળ્યું શું, ગુમાવ્યું શું,
સવાલ ઘણા, જવાબ એક: *મિત્ર*...

બાળપણથી આદત છે ગમતું સાચવવાની...
પછી તે *વસ્તુ* હોય કે *વ્યક્તિ*!!

Read More

*દિલથી નેક છું સાહેબ*

*"શરારત" કરું છું સૌની સાથે પણ "સાજિસ" નહિ .*

*સ્વાદ અલગ છે મારા શબ્દોનો...*
*ઘણા ને સમજાતો નથી...*
*તો ઘણા ને ભૂલાતો નથી*

Read More

લાગણીને સ્થાન હોવું જોઈએ
કાં બધે વેરાન હોવું જોઈએ

ભીંત, બારી, આયનો ટોળે વળ્યાં
કોઈ ભીનેવાન હોવું જોઈએ

હોઠ પર તાળાં હશે તો ચાલશે
આંખમાં તોફાન હોવું જોઈએ

બાપ ઊભો આંસુનો ટેકો લઈ
આજ કન્યાદાન હોવું જોઈએ

તું અઢી અક્ષરમાં બાધી રાખ મા
‘પ્રેમ’નું સન્માન હોવું જોઈએ

Read More

ઊંઘવાનું મન ઘણુંયે થાય છે.
આંખ બંધ કરુ છું તો તુ દેખાઈ છે.
આંસુઓમાં થઇ ગઈ તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?
આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?
લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?
દુઃખ પડે છે તેનો ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

Read More