વરવાઘા પહેરી વરસ્યો, મેઘરાય જુગજુગની ભુખ મટાડી વસુંધરાને લીલી ચાદર ઉઢાડી.આવીયો રુડો અષાઢ...... ગગનને ભાણે ભરી બાથ, વસું સુત હાલીયા લઈ દાણાને હાથ.
આવીયો રુડો અષાઢ......
મધ્યાહને તપયો રવીભાણ, ટીમણુુ કરવા ધોરી કાધેથી ઉતારી ધોસરી ઘડીક થંભ્યા.
આવીયો રુડો અષાઢ......
પણ મનમાં, ઉરચડે સંધ્યા પહેલા ધોરી સીમ સોંસરવા ગયા.
આવીયો રુડો અષાઢ......