અપશુકન
અા શબ્દ સાંભળતા જ મોટા જ્ઞાની હોય કે પૈસાવાળા એક વાર તો પોતાનુ કોઇ કાર્ય કરતા અટકશે જ.
નાના હતા ત્યારે ઘર ના લોકો ના મોઢે જે સાંભડવા મળતુ કે અપશુકન કોને કેહવાય તેનુ પાલન કદાચ આપણે અત્યારે કરીયે કે ના કરીયે પણ એ થતા જ મન સંકોચ જરુર કરશે કે હવે આગળ શુ કરુ ? કંઇ થશે તો નઇ ને ?
જેમ કે (મને જે યાદ છે એમાંથી)...
દુધ ઉભરાય તો અપશુકન
સાવરણી ઉભી મુકો તો અપશુકન
બિલાળી રસ્તો કાપે તો અપશુકન
કયાં જાઓ છો એમ પુછો તો અપશુકન ( સીત જાઓ છો એમ પુછાય)
અને આવુ અનેક....
લગભગ સવાર ના નવ વાગ્યા હશે હુ દરવાજો બંધ કરી ઓફિસ જવા નિકળ્યો. એક્ટિવા ચાલુ કરી ત્યાંજ એક બિલાળી રસ્તો કાપી ને નિકળી.
ઓફિસ માટે લેટ તો થતો જ હતો પણ વિચાર્યુ કે થોડી વાર પછી નીકળુ. પછી વિચાર્યુ કે લાઇફ મા થોડા DARE તો હોવા જ જોઇએ સાવ SIMPLE લાઇફ જીવવા મા શુ મજા આવે? ચલો
જોઇએ આજે શુ થાય છે.
પછી ઓફિસ પોહચી રુટિન વર્ક ચાલુ કર્યુ. ટાઇમસર કોફી આવી ટાઇમસર જમી પણ લીધુ અને રાતે ટાઇમસર ઓફિસ થી નિકળી પણ ગયો.
ટુંકમા ના થવા જેવુ આખા દિવસ મા એવુ કંઇ જ ના થયુ જેનો દોષ હુ બિલાળી ને આપી શકુ.
પછી એક જ વિચાર આવ્યો કે "જો અાપડે કોઇ ને ના નડીએ ને તો આપણ ને પણ કોઇ ના નડે."