Gujarati Quote in Romance by Vora Anandbabu

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અભાવ તારો એક ખાલીપો સર્જે છે,
જૂની યાદ તારી એક રાજીપો સર્જે છે,
રેહવું સદૈવ તારી સંગ એ ઝંખના છે મારી,
મિલન તારું,ડુબતા દિલ માટે તરાપો સર્જે છે......

સાથે હતી ત્યારે સમય ના આપી શકયો,
તારી પ્રબળ લાગણી ને ના માપી શક્યો,
દૂર થયો તારાથી તો ઘણું સમજાયું,
સુખ ને શાંતિ ને તાપણે તાપી શક્યો......

દુરતા ને જુદાઈ એ તો સંબંધ ની જાન છે,
હવે થોડું તારી લાગણીઓ નું ભાન છે,
સમય ની અંધાધૂંધી એ તારી પાસે નથી રહ્યો,
એ વાતથી આજ પણ મારું મન સભાન છે......

આજ હૃદય તને આવકારવા આતુર છે,
દિલ મારું તારી ચાહત માં ગાંડુતુર છે,
વ્યાકુળ મન મારુ સદૈવ તારી આસપાસ છે,
માત્ર આ હાડમાંસ નો ઢગલો તારા થી દૂર છે.......

વોરા આનંદબાબુ...""અશાંત""....લખ્યા તારીખ...23/01/2018
7:58.....ભાવનગર બેન્ક ટ્રેનિંગ થી પરત થતી વેળાએ...

Gujarati Romance by Vora Anandbabu : 111080560
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now