નફરતનો પ્રેમ
સોનાલી એક પુરુષ સાથે ભટકાઈ ગઈ અને એ પુરુષ નો ચેહરો જોઈને એના ચહેરા પર ઘૃણા ના ભાવ ઉપસી આવ્યા અને એક થપ્પડ જડી દીધી.આ જોઈ એ પુરુષની પત્ની જે એની સાથેજ હતી એ પણ ગુસ્સે થઇ ગઈ અને સોનાલી નો હાથ પકડી લીધો અને બોલી-“ એક તો સામેથી ભટકાય છે અને સોરી કેવાને બદલે એમ થપ્પડ મારે છે,જાણે મારા પતિ જાતે તને ભટકાવા આવ્યા હોય”. ને જેમ તમાસા ને તેડું ન હોય એમ અહી પણ લોકો ભેગા થવા શરુ થઇ ગયા.ટોળા માંથી કોઈક અવાજ આવ્યો કે આતો બેય જુની ઓળખાણ વાળા છે.આ સાંભળી પેલો પુરુષ જેનું નામ નૈતિક હતું એ કંઈ પણ બોલ્યા વગર પોતાની પત્ની નિતિક્ષા ને લઇને નીકળી ગયો.આ બાજુ સોનાલી પણ પરી અને પતિ સાથે ઘરે આવી ગઈ. સત્યમ બધીજ વાત જાણતો હતો એટલે એણે એટલુજ કહ્યું હવે ભૂતકાળ ને ભૂતકાળ બનાવી દે.આપણે આપણી પરી સાથે નવી જિંદગી નવી દુનિયામાં છીએ એમજ વિચારી ને રહે.જુના ઘા ના પોપડા ઉખેડતી રહીશ તો એ ઘા ક્યારેય નહિ રૂઝાય.
કોણ હતો એ નૈતિક ?
એવુ શું કારણ હતુ કે આટલા બધા લોકોની સામે વગર વાંકે થપ્પડ ખાઈને કંઈજ ન બોલ્યો
સત્યમે સોનાલીને કયા ભુતકાળને ભુલવામાટે કહ્યુ ?
આ બધાજ સવાલોના જવાબ જાણવા આ લીંક પર ક્લિક કરો https://www.matrubharti.com/book/19863396/nafratno-prem