વરસાદે વાદળાં ભેગા ન થાય, શિયાળે શેઢે પાણી હોય.
જેઠ મા જેની આખું સુકી જાય, એની આખું ચોધાર રોયે.
પશું પંખી ટીપે ટીપે તરસે, ઠંડીમાં કોને ત્યાં દુઃખદા કહે.
માનવી કહે કુદરત નિયમ ભુલી, આકાશમાં ચડી છે હેલી.
કહે નર ખુદ ખાન ખરાબા કર્યા, પર્યાવરણના નિયમ તોડ્યા.
વન ઉપવન વિખયા ,જંગલી અબોલા જીવો ના જીવ ખોયા.
હજી તું મનવા સમજી જા, જીવી લે અને જીવવા દે.