માનવીના અંતરનો પરિચય આપે છે ચહેરો.
સારા નરસા ભાવને પ્રદર્શિત કરે છે ચહેરો.
સૌમ્ય ચહેરો સજ્જનતાની નિશાની લાગે,
રુક્ષ દેખાવે કુટિલતા વ્યક્ત કરે છે ચહેરો.
કમળદલ આકારે પણ દ્રૃષ્ટ સંભવી શકે છે,
બિહામણા આકારે ઋજુતા ધરે છે ચહેરો.
પ્રથમદર્શને ચહેરો ભીતરનુ્ માપ બનનારુ,
બાકી નથી જરુરી સામ્ય કેવો છે ચહેરો.
ચહેરો માપ બને છે વ્યક્તિત્વનું આખરે એ,
ચારિત્ર્ય માપને માનવીના હારે છે ચહેરો.
ચૈતન્ય જોષી. ' દીપક' પોરબંદર.