એક કલ્પના માત્ર.. ભાગ - 5
સૂર્યાસ્ત થય ચુક્યો હોય છે. પણ વૃક્ષ ચિંતન કરે જાય છે. એ વૃધ્ધ પક્ષી ની કહેલી દરેક વાતો પર. એ મનોમંથન કરે છે. અને પોતાની જાતને પ્રશ્ન કરે છે કે શું હું ખરેખર આટલો સ્વાર્થી છું. ? કે મેં ફક્ત એક જ દ્રષ્ટિકોણ થી વિચાર્યું. મારે બીજા દ્રષ્ટિકોણ થી પણ વિચારવું જોઈએ.
ક્ષણિક ભર વૃક્ષ પોતાની જાતને એ પંખી ના સ્થાને રાખે છે. પછી એને પોતાની ભુલ નું ભાન થાય છે. મનોમન વૃક્ષ એ પંખી ને કહે છે કે હે પંખી તું મને માફ કરીદે મારાથી ભુલ થઈ ગઈ યાર.. હું તારી આ નિસ્વાર્થ લાગણીને સમજી જ ના શક્યો. તે મારી માટે નિસ્વાર્થ ભાવે આટલું બધું કર્યુ અને એક હું જે એ બધું નજર અંદાજ કરી તારી પર ક્રોધ કરતો હતો અને તને નફરત પણ કરવા લાગ્યો હતો. થાય તો માફ કરજે આ સ્વાર્થી વૃક્ષ ને..
આ રીતે વૃક્ષ એ પંખી નો દિલથી આભાર માને છે. અને કહે છે કે પંખી હું તારો આ ઉપકાર આજીવન નહીં ભુલુ.. નહીં ભુલુ..
પંખી ક્યાં છે એ તો ખબર નથી પણ હાં વૃક્ષ હવે સજીવન છે. આજે પણ વૃક્ષ એ નિસ્વાર્થ પંખી ની રાહ જોવે છે અને એનું સ્થાન બીજા કોઈને નથી આપતો..
મિત્રો આ વાત હતી વૃક્ષ, પંખી અને વૃધ્ધ પક્ષી ની હવે આપણે વાસ્તવિક જીવન વિશે વાત કરીએ.. ક્રમશઃ
@અભિ / @ઓમ