વાહ ઉત્તરાયણ વાહ !!
બાળક હતો ત્યારે વહેલી પરોઢે ઊભો થઈને એક રેકોર્ડ બનાવાની કોશિશ કરતો કે એ ઉત્તરાયણના દિવસે સૌથી પહેલાં હું જ ઊભો થઈને પતંગ ચગાવી લઉં અને કોઈકનો પતંગ કાપીને ભાઈબંધોમાં વટથી કહી શકું કે ,
"હઉ'થી પેલ્લા તો આપડો પતંગ ચગ્યો તો,
તો'ણ તો તમે દિયોર ગોદડામાં ચો'ય લપ'ઈ રહ્યા'તા !"
આજે વહેલો ઊભો થયો ને આજુબાજુના બાળકોની ચીચિયારીઓ સાંભળી તો મને પણ એ દિવસો યાદ આવી ગયા.પછી મારાથી રહેવાયું નહી અને મેં પણ ઠંડીમાં ધ્રુજતાં ધ્રુજતાં પણ બૂમ પાડી,
"લપેટ ! ઉભી'ર ! લેતી જા !.."
તમામ મિત્રો ખૂબ મજા કરે એક બાળક બનીને તેવી મહેચ્છા !
મકરસંક્રાતિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
-વિશાલ દંતાણી