હોંકારો

ભારતમાતા કરે છે હોંકારો!
વિદેશમાં વસતા સંતાનો ને;
પૂછે છે એવું તો શું મળ્યું તને
પરદેશની ધરતી પર?
જેથી આજે ભૂલ્યો તું
તારી જન્મભૂમિ ને ?

જવાબ મળ્યો એનો એવો તિખારો,
માં મને આ દેશમાં આપવામાં આવ્યો દેકારો,

ભ્રષ્ટાચાર અને મોંઘવારી નો અહીં મારો !

વળી અનામત (આરક્ષણ) નો ભારોભાર વરતારો !!

ન્યાત જાતનાં ભેદભાવ નો
નહીં આવે અહીં કોઈ આરો !

વ્યક્તિત્વને વિકસાવવામાં અહીં અનેક પડકારો !

માં મને આ દેશમાં આપવામાં આવ્યો દેકારો !!!
ભારત માતા! ના કરો હવે મને હોંકારો !

ડૉ.સેજલ દેસાઈ
સુરત ?

Gujarati Blog by Dr Sejal Desai : 111073735
Amita Patel 8 year ago

સરસ ભાવેશભાઈ... સાચું ને મસ્ત લખ્યું

Dr Sejal Desai 8 year ago

વાહ ! ખુબ સરસ@ભાવેશભાઈ....

Dr Sejal Desai 8 year ago

thank u friends ..

Bhavesh 8 year ago

ભારતમા કરે હોંકારો! કયા ખોવાયો એ લડનારો! ના ભુલ તુ પણ આ માટીમાજ મોટો થનારો! તુ કેમ ડગ ના ભરે પહેલુ, તુ પણ બની શકે બદલનારો! ભારતમા કરે હોંકારો!

ધબકાર... 8 year ago

ખુબ સરસ...best of luck...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now