જિંદગી એક મજાની વસ્તુ છે. જેનો કોઈ મુલ્યના કરી શકે પણ, એક ખોટું પગલું ભર્યું ને કોઈ એનું મુલ્ય રાખમાં અંકી જાય ! એક જરાની ચુક થાય ને તો જીવન પુરુ થઈ જાય. વાહન ચલાવતી વખતે પણ, લોકો જિંદગીને દાવ પર લગાવી દેછે. આ જિંદગી જ છે ! જે માણસને ધણું બધું શીખવાડી દેછે. બે ક્ષણમાં રાજા તો બે ક્ષણમાં રંક બનાવી દેછે.
મને ધણી વાર એ નથી સમજાતું કે માણસ શા માટે આત્મહત્યા કરે છે. પોતાની માતાની નવ મહિનાની તપસ્યા પર શા માટે પાણી ફેરવી નાખે છે. આ બધી વાત તો ઠીક છે પણ ભગવાને ધરતી પર ઉતારયા છે. તો કંઈક કરીને જવું જોઈએ એવું કોઈ વિચારતું નથી. બસ હાર માની લેવી છે. શું મુશ્કેલીઓનો કોઈ ઉપાય નથી ? દુનિયામાં એવી કોઈ મુશ્કેલી નથી જેનો ઉપાય નથી.
જીવન જીવવા માટે કોઈ કારણ હોવું જરૂરી છે, જો જીવન જીવવાનું કોઈ કારણ ન હોય તો માણસનું જીવન બ્રેક વગરની ગાડી જેવું છે. અલ્પવિરામ પુર્ણવિરામ વગરના વાક્ય જેવું છે. જીવનમાં ઉદ્દેશ હોવું જરૂરી છે.
જીવનમાં સુખ દુઃખનો સરવાળો બાદબાકી કરો તો ખબર પડે જિંદગીમાં શું પામ્યા. જિંદગી જીવવીતો આજે જિંદગીનો છેલ્લો દિવસ છે એ સમજી જીવીલો બાકી તો મુશ્કેલી તો આવતી રહેશે.