રાખ થયેલી સાયબી પડી છે,
ખંડેર થતી મહેલાતો સડી છે,
જાજરમાન જીવ્યાની મોજ છે,
બાકી, હરએક દ્વારે નનામી ખડી છે....
અભિમાનની અટારી ચણી છે,
ઈર્ષાની ખાતાવહી લખી છે,
દીધું-લીધું મદદગારને સાથે રહેશે,
બાકી, અણીદાર વિધાતાની છડી છે....
ખુદની હોશિયારી ખુદને નડી છે,
સાયબી ભૌતિકતાની ક્યાં ટકી છે,
વ્હાલાની મે'ર થાય એ જ સાચી,
બાકી, ન્યારી કરમની ગતિ છે....