આજે એક શિક્ષક ને એમના પુત્ર સાથે સ્કુલે જતા જોયા. સ્કુલ ના દિવસો તો યાદ અાવ્યા જ પણ સાથે સાથે શિક્ષક ના વ્યક્તિત્વ નુ ભાન થયુ.
શિક્ષક બનવુ સહેલુ નથી. ભગવાને બનાવેલુ એક એવુ પાત્ર જેના દરેક શબ્દો પર માણસો વિશ્ર્વાસ મુકે છે. એના શબ્દો પર માણસ પોતે ખોટો છે કે સાચો એ નક્કી કરે છે. વર્ગખંડોમાં બેઠેલા દરેક વિધ્યાર્થીઓ માટે શિક્ષક જ પરમેશ્ર્વર હોય છે. અને અેમને બોલેલો દરેક શબ્દ સનાતન સત્ય.