✍ મુસાફરી મજેદાર લાગે છે ✍
શરૂઆતની ક્યાં ખબર હતી
ને અંતની પણ ક્યાં હોવાની
અડધે રસ્તે પડી ખબર આ સફરની
પણ હવે આ મુસાફરી મજેદાર લાગે છે
અજાણ્યા હોવાનો અહેસાસ હવે નથી
પરિચિતોનો જમાવડો છે અહિયાં
અંગતોનો સાથ અતૂટ છે અહિયાં
સૌ' સાથેની આ મુસાફરી મજેદાર લાગે છે
ઉગેલા ને રોપેલા કાટાઓ ભરપૂર છે
પણ ફૂલોથી ભરેલો આ પથ વિશાળ છે
ઉઝરડાના દર્દ છે તો મહેકનો મલમ પણ છે
ઘનઘોર આ મુસાફરી મજેદાર લાગે છે
નથી રણના કે નથી જળના
નથી નભના કે નથી પથના
અહીં તો મુસાફર છીએ જીવનના
જીવનની આ મુસાફરી મજેદાર લાગે છે
રસ્તો છે ઘરથી કબર સુધીનો
સફર છે જન્મથી મરણ સુધીની
પથ લાંબો છે ને થાકી જવાનુ નિશ્ચિત છે
અહીં નિરંકુશ માણી લેવાની છે આ સફર
દિલથી, આ મુસાફરી મજેદાર લાગે છે.
પીયૂષ બારૈયા