।..... મારી મા .....।
મારા જીવનરૂપી પુસ્તકની લેખિકા છે તું,
ક્ષણે-ક્ષણે ચિંતા કરનારી મારી શુભચિંતક છે તું,
મારી ખુશીમાં હરખાવા વાળી અને,
દુખમાં આંસુ રેલાવનારી છે તું,
મારા દરેક કાર્યને પૂર્ણ કરવાની ક્ષમતા આપનારી છે તું,
પ્રેમના કોળિયા ભરાવતી ભગવાનની મહેર છે તું,
ઈશ્વરે આપેલી સૌથી મોટી ભેટ છે તું ...
??❤️??????❤️??
- હિરવા