Gujarati Quote in Story by Kaushal Parmar

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

???✒?✒?

ટૂંકી વાર્તા : ભીખો

આજે નવા વર્ષ ની પેહલી તારીખ હતી , ગઈકાલ રાત્રી ની પાર્ટી થી આખું મેદાન રફેદફે હતું અને ભિખાએ આખું મેદાન વાળી ઝૂડી ને સાફ કરવાનું હતું . બે દિવસ થી કામ મળ્યું ના હતું અને ઘરે વાંસણ કુસ્તી કરતા હતા .બાયડીની દવાના પૈસા ના હતા અને ધંધા રોજગારના કોઈ ઠેકાણા ન હતા .ધીમે ધીમે ભિખાએ ગ્રાઉન્ડ સાફસૂફી કરવાનું શરુ કર્યું અને વિચારતો હતો કે આજે ૧૦૦૦ રૂપિયા મળી જાય તો બધું ટેંશન દૂર થઇ જાય . શેઠે ૩૦૦ રૂપિયા નક્કી કર્યા હતા જેમાંથી પત્નીની દવાના ૫૦ રૂપિયા અને કરિયાણા વાળા ને ઉધારીના ૧૦૦ રૂપિયા આપ્યા પછી ૧૫૦ રૂપિયા વધશે એમાંથી કંઈક કરવું પડશે . અચાનક એના પગમાં કઈ ખૂંચ્યું અને આ જોયું તો હીરા ની બુટ્ટી ચમકતી હતી , બુટ્ટી ઉપાડીને ભિખાએ ખીસા માં મૂકી દીધી અને વિચાર્યું કે શેઠ ને આપી દઈશ પણ પછી વિચાર આવ્યો કે શેઠ એ બુટ્ટી રાખી લેશે તો કોઈને અન્યાય થશે . સાંજે આખું ગ્રાઉન્ડ સાફ થઇ ગયું અને શેઠ પાસે થી ૩૦૦ રૂપિયા લઈને ભીખો ગ્રાઉન્ડ ની બહાર બેસી ગયો , એનો અંદાજ સાચો નીકળ્યો , એક મોટી ગાડી માં અમીર ઘર ની બાઈ ગ્રાઉન્ડ ઉપર જઈને કઈ શોધવા લાગી અને પછી શેઠની ઓફિસ તરફ ગયી . ભીખો આ બધું જોતો હતો અને એને પેલી બાઈ પરત થતી હતી ત્યારે ગાડી અટકાવીને નમ્રતા થી પૂછ્યું " બેન શું શોધતા હતા ? બેને કહ્યું " ગઈકાલે રાત્રે પાર્ટી માં મારી સોલિટેર હીરાની બુટ્ટી પડી ગઈ છે ; ભિખાએ તરતજ પેલી બુટ્ટી કાઢીને બતાવી તો પેલી બેન ની આંખમાં હીરા કરતા વધારે ચમક આવી ગઈ અને તરતજ પેલી બુટ્ટી લઇ લીધી અને કહ્યું " આભાર ભાઈ , મારા પતિએ ૫૦મી વર્ષગાંઠ નિમિતે મને ૫ લાખ રૂપિયાની બુટ્ટીઓ અપાવી હતી અને આજે આખો દિવસ એ બુટ્ટી શોધવા માં ગયો પછી વિચાર આવ્યો તો અહિંયા શોધવા આવી અને ભગવાને જાણે તમને અહિંયા મોકલ્યા હોય તેવું લાગે છે ; લો આ પાંચ હજાર રૂપિયા રાખો આ મારી તરફ થી તમારી પ્રામાણિકતા ની બક્ષીશ છે ;અને જો તમારે માળી તરીકે કામ કરવું હોય તો આ મારું એડ્રેસ છે કાલે આવી જજો મને તમારા જેવા પ્રામાણિક માણસ ની જરૂર હતી . ભીખા ની આંખમાં થી આંસુ વહી ગયા અને પેહલી તારીખે એને સહુથી સારી ભેંટ મળી ગઈ હતી .

આસીમ !!!?✒??

Gujarati Story by Kaushal Parmar : 111069654
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now