જુના વર્ષ ના સંભારણા લઈ, એક નવી દોટ મૂકીએ..
નવા વર્ષ ને વધાવી, ભેટી ફરી ઠાવકા બનીએ..!
દિવસ બદલાય જીવન નહિ, એ સમજ કેળવીએ..
નવા જીવન ને પામવા, એક નવી શરૂઆત કરીએ..!
ગઈકાલ ને ભૂલી, આવતીકાલ ને યાદ ના કરીએ..
વર્તમાન માં જ બધુ છે, એ સત્ય ને સમજીએ..!
ક્ષણે ક્ષણ જીવન માણી, દરેક પળ માં સ્થિર રહીએ..
સ્મિત ને ચહેરા પર સ્થાન આપી, બધા ના મન જીતીએ..!