વરસો પહેલા સંબંધો , પણ પિત્તળ જેવા હતા.
સહુ ભેગા થાય ત્યારે એ મેળ-મીલાપથી સોના જેમ ચમકી ઉઠતા ....! જાણે સોના જેવા શુદ્ધ!
પછી શરુ થયો સ્ટીલનો વપરશ .....
ગોબા પડે પણ કામ ચાલે સંબંધોનુ પણ એવું જ, વારે ઘડી એ વાંકુ પડે પણ ટકાવી રાખે .....!
ધીરે ... .. ધીરે ... આવ્યો કાચના વાસણોનો યુગ, સંબંધો પણ એવા જે, કયારે તુટી જશે ... કહી શકાય નહીં.....!
હવે જમાનો આવ્યો, પેપર, પ્લાસ્ટિક અને થર્મોકોલ નો .....
સંબંધો પણ એવા જ થઇ ગયા છે.... ....! "વાપરી લો" અને નાખો "કચરા ના ટોપલામા" .... !!