કોઈની પ્રકૃતિ કોઈ નથી જાણતું..
દિલ છે દિમાગનું કદી નથી માનતું..
અજાણ રહસ્યોથી બેબાકળું થાતું..
કહીએ પછી પણ એ ધાર્યું જ કરતું..
ના કરવાનું તો સૌથી પહેલા કરતું..
ખોટું થયાનું જાણી પસ્તાયા કરતું..
માફી માંગવા દિલ ઉતાવળ કરતું..
દિમાગની પરવાનગી લેવા મથતું..
પોતાની ભૂલ એવું ઠપકો આપતું..
ઘમંડી મગજ સામે લાચાર બનતું..
ભગવાન ભરોસે એ બધું છોડી દેતું..
ઈશ્વરકૃપાની સદાય ભીખ માંગતું..
પારકા ને પોતાનાનો ભેદ જાણતું..
લોહીના સંબંધોને સર્વોપરી માનતું..
પોતાની જ ભૂલોથી બોધપાઠ લેતું..
સમજતું પણ ના કદી એ સુધરતું..
એકની એક જ ભૂલ એ ફરી કરતું..
પ્રેમની વહેતી ગંગાને જોયા કરતું..
ફરી ડૂબકી મારવા એ પ્રયાસ કરતું..
પ્રેમના રંગે રંગાઈને કિલ્લોલ કરતું..
ઘણું સમજાવો પણ કદી ના માનતું..