એક છોકરી મારું સપનું તોડીને ચાલી ,
સાચું કહું તો મને લાગી' તી વહાલી વહાલી.
વસંતમાં અમે કર્યું તું
પ્રેમનું વાવેતર,
ગુલાબને મોગરાનું
દિલમાં ભર્યું તું અત્તર.
અગાશીએથી રોજ આંખોથી દેતી તાલી,
એક છોકરી મારું સપનું તોડીને ચાલી.
રાત ને દિવસ જપ્યા
કરતો એમનું નામ,
કારણ હું તેને માનતો
મારા અડસઠ ધામ.
એ લાગતી ચંદ્રની ચાંદની જેવી નિરાલી,
એક છોકરી મારું સપનું તોડીને ચાલી ,
સમયે જ કરાવી શંકાને
તેને શ્રદ્ધા તોડી,
બેવફા બનીને તેને
પ્રેમની મટકી ફોડી.
યાદ બનીને રહી ગઈ પ્રેમની જાહોજલાલી
એક છોકરી મારું સપનું તોડીને ચાલી ,
ઘર આગળથી નીકળી
જયારે તેની ડોલી,
ત્યારે હીબકે હીબકે
રડી' તી મારી ખોલી.
મારા જીવનમાં 'જલ' રહી છે ઉદાસી ખાલી
એક છોકરી મારું સપનું તોડીને ચાલી ,