શ્રદ્ધા હશે મનમાં જરુર તો ભક્તિ મળશે.
શ્રદ્ધા હશે મનમાં જરુર તો શક્તિ ફળશે.
છે તાકાત અદ્ભૂત શ્રદ્ધા તણા બીજમાં ,
શ્રદ્ધા હશે મનમાં જરુર તો મુક્તિ વરશે.
બુનિયાદ શ્રદ્ધાની સફળતા આપનારી છે,
શ્રદ્ધા હશે મનમાં જરુર તો આસક્તિ ટળશે.
કામ ક્રોધાદિક ષડરિપુને મ્હાત કરવા કાજે,
શ્રદ્ધા હશે મનમાં જરુર તો વિરક્તિ જડશે.
મુક્તિ દ્વંદ્વોથી મેળવવી આવશ્યક અનિવાર્ય,
શ્રદ્ધા હશે મનમાં જરુર તો ઉર્ધ્વગતિ સાંપડશે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '