પાકિસ્તાનઃ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને તાજેતરમાં કહ્યું કે ભારતમાં લઘુમતીઓને સમાન હક નથી મળ્યો. ઈમરાને પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાની જયંતી પર ટ્વીટમાં કહ્યું કે ભારતમાં મુસ્લિમ લઘુમતીઓને હિન્દુ બહુમતીઓ સામાન દરજ્જો મળતો નથી. ઝીણાને આ વાતનો ખ્યાલ હોવાથી અલગ દેશ માટે સંઘર્ષ કર્યો. નવું પાકિસ્તાન ઝીણાનું પાકિસ્તાન હશે. અમે પાકિસ્તાનમાં લઘુમતીઓને સમાન હક મળે તેની ખાતરી કરીશું.
આંતરરાષ્ટ્રીયઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકી હુમલો થયો છે. હુમલો લોક નિર્માણ, શ્રમ મંત્રાલય, સામાજિક બાબતો, શહિદ અને વિકલાંગ કલ્યાણ મંત્રાલયોની ઓફિસવાળા પરિસરમાં થયો છે. આ હુમલામાં 43 લોકોના મોત થઈ ગયા છે. માર્યા ગયેલા લોકોમાં એક પોલીસ અધિકારી અને ત્રણ હુમલાખોરનો સમાવેશ થાય છે. હુમલાની શરૂઆત આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકવાળી તેમની કારમાં વિસ્ફોટ કર્યો. પછી અનેક બંદુકધારી તે સરકારી પરિસરમાં ઘૂસ્યા અને ગોળીબાર કર્યા હતા.
ગુજરાતઃ નડિયાદની ગોલ્ડન ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમા 4 લોકોના મોત થયા છે અને 4 લોકો ગભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તમામ મૃતકો નડિયાદમાં આવેલી વિશાલ સોસાયટીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
આંતરરાષ્ટ્રીયઃ કેનેડામાં રહેતા ભારતીયોએ ચાલુ વર્ષે મોટી સંખ્યામાં પરમેનન્ટ સિટીઝનશિપ લેવા તરફ ઘસારો કર્યો છે. સિટીઝનશિપ અરજદારોમાં પાછલા વર્ષની તુલનામાં આશરે 50 ટકાનો વધારો થયો છે. કેનેડીયન અધિકારીઓએ આપેલા આંકડાઓ પરથી આ જાણકારી પ્રાપ્ત થઇ છે. ઓક્ટોહક 2018 સુધીમાં પાછલા 10 મહિનાના આંકડા અનુસાર આશરે 15 હજાર ભારતીયોએ કેનેડીયન સિટીઝનશિપ હાંસલ કરી છે. વર્ષ 2017ની તુલનામાં તે આશરે 50 ટકાનો વધારો દર્શાવે છે. જોકે ફિલીપીન્સ આ યાદીમાં મોખરે છે પરંતુ તેમાં વધુ અંતર નથી.
રાષ્ટ્રીયઃ દિલ્હીની હવા ગુણવત્તા મંગળવારે સતત ચોથા દિવસે ‘ગંભીર’ શ્રેણીમાં રહી હતી. અધિકારીઓએ જણાવ્યા અનુસાર તેજ હવાને કારણે થોડી રાહત મળી શકે છે અને હવાની ગુણવત્તામાં સુધારો થઇ શકે છે. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના આંકડાઓ અનુસાર સમગ્ર હવા ગુણવત્તા સૂચકઆંક 408 રહ્યો છે, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. કેન્દ્રના વાયુ ગુણવત્તા અને મૌસમ પૂર્વાનુમાન પ્રણાલી (સફર)એ જણાવ્યું હતું કે એક્યુઆઇ 385 છે જે અત્યંત ખરાબ શ્રેણીમાં આવે છે.
કરવેરાઃ સીધા વિદેશી રોકાણની સ્થિતિમાં નોટિસો જારી કર્યા બાદ હવે આવકવેરા અધિકારીઓએ કર માગણુ ઉઠાવવાની દિશામાં પગલાં ભર્યા છે, જે વિવિધ સરહદપાર રોકાણની સ્થિતિમાં અને ભારતીય કંપનીઓએ પોતાની પેટાકંપનીઓમાં કરેલા રોકાણની દ્રષ્ટિએ કરોડો રૂપિયા હોઇ શકે છે. એટલું જ નહી ફેર માર્કેટ વેલ્યુની સામે જો શેરદીઠ રૂ. 1નું પ્રિમીયમ પણ ચૂકવવામાં આવ્યું હોય તેવા કિસ્સામાં પણ કર માગ કરવામાં આવી રહી છે.
માર્કેટઃ ભારતીય શેરોમાં આજે વૈશ્વિક બજારોની નરમાઇનું ગ્રહણ લાગી શકે છે. અમેરિકામાં અનિશ્ચિતતાને પગલે જાપાનનો નિક્કેઇ 225 ઇન્ડેક્સ પાંચ ટકા ઘટ્યો હતો. ઉલ્લેખનીય છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થ બેન્ક પર ઉગ્ર પ્રહારો કર્યા છે અને વોશિગ્ટનમાં શટડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે. ગઇકાલે ભારત, હોંગકોંગ, દક્ષિણ કોરીયા અને ઓસ્ટ્રેલિયામા ક્રિસ્ટમસને કારણે બજારો બંધ રહ્યા હતા. તેમજ ભારતીય બજારાં સોમવારે સતત ત્રીજા સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી બન્ને 0.8 ટકા નીચે રહ્યા હતા.
રિલાયન્સ જિયોઃ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ એફોર્ડેબલ મોટી સ્ક્રીનવાળા સ્માર્ટફોન લાવવા માટે પોતાના ભાગીદાર સાથે વાતચીત કરી રહી છે, જે એવા ગ્રાહકોના મોટા વર્ગને સંતોષશે જેઓ આવા 4જી ડિવાઇસને પ્રાપ્ત કરવા માટે પોતાના ફિચર ફોનને બદલવાનું વિચારી રહ્યા છે.