શબ્દ
લાવ ને હું શબ્દ તને એક માળા માં ગુંથીને હું સુંદર કવિતા બનાવુ.
લાવ ને તને વીણી ને વાપરી ને મારા બગડેલા સંબંધ ને સુધારી દઉ.
શબ્દરુપી મુડી છે, અનમોલ જો ખજાનો તેને સારા કામે વાપરો તો થાય પુજા થાય.અને તેનો દુર ઉપયોગ મહાભારત આણે રે......
શબ્દ ને વીણી વીણી ને મુકી દઉ,તો સપનાં સજા વે ને સપનાં રંગીન બનાવે.તો કયારે માટી માં ભેળવી દે....
શબ્દ તને હું લાવ ને વાપરી જોવું. કોઈ ની જીંદગી બનાવે ,તો કોઈ ની જીંદગી પાયમાલી આણે રે,
લાવ ને શબ્દ તને મારા મુખ માં સમાવું પ્રેમરુપી ઝરણું વહાવે ,તો ક્યારે તનમાં કટારી તણી ભોકાઈ ન હોય
લાવ ને શબ્દ તને ચાખી જોવું કાતો અમરત્વ રુપી ફળ આપે, કાંતો ફણી તણાં ઝેર ઓકાવે .....
- shaimee Prajapati