ગઝલ.] નિકરી અચે….!
માડૂ ભલેંજો તાં ભલો ઈતિહાસ નિકરી અચે,
પણ-કો પનું પુસ્તી મિંજા પ ખાસ નિકરી અચે.
રસ્તા ખુલા વેં, નેં ડિસું ડૉય ભલેં વેં ખુલ્યું,
પ-ભંધ કેંજી મુઠમેં આકાશ નિકરી અચે.
શ્રદ્ધા હકીકતમેં બરૂકી હોયતી ભાગ્યનું,
નાઈયર મિંજા ઈં ડિસૉ વિસવાસ નિકરી અચે.
નેં ખોધણું કીં પ જરૂરી નાંય શમસાન કે,
જીરેં વટે મૉભતજી હિત લાશ નિકરી અચે.
“સ્વપ્ન” રખે આય જિંધગી ભરલ હવાજો ફુગો.
દોરો છુટેતો કો મથાનેં શ્વાસ નિકરી અચે.
લાલજી મેવાડા “સ્વપ્ન”