English Quote in Story by Jimmy Jani

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

24-12-2018

હા હુ પણ બદલાયો છુ.

લગ્ન બાદ એક દિકરી ના જીવન મા જે બદલાવ આવે છે એ સમજવા માટે તો કદાચ એક દિકરી જ બનવુ પડે. અટક, હસ્તાક્ષર અને ઘર બદલવુ એટલુ સહેલુ નથી.
આ વિષય પર ઘણા લોકો એ ભાવાત્મક અને કરુણ વાતો લખી જ છે.જે સૌની આંખો ભીની કરી જ દે.
પણ મારા મતે કદાચ ખાલી દિકરી નઇ સાથે દિકરા ના જીવન મા પણ ઘણા બદલાવ આવે જ છે.

દિકરો કહે છે કે.......

પેહલા ચા કે નાસ્તા નુ નક્કી ના હોય કરુ કે ન‍ પણ કરુ.
પણ હવે એ પણ મારી સાથે જ ચા પીવા બેસે છે એ વિચારી ને હુ નાસ્તો કરવા બેસી જ જઉ છુ. (હા હુ પણ બદલાયો છુ.)

પેહલા ઓફિસ મા હુ જમી ને પાછો કામે લાગી જતો
પણ હવે એને કોલ કરી ને પુછી લઉ છુ કે તુ જમી કે નઇ ? (હા હુ પણ બદલાયો છુ.)

પહેલા ઓફિસ થી છુટી ને ઘરે ના જઉ મિત્રો સાથે ફરવા જતો રહુ
પણ હવે સીધો જ ઘરે જઉ છુ એ વિચારી ને કે એ મારી ઘરે રાહ જોતી હશે. (હા હુ પણ બદલાયો છુ.)

પેહલા રાતે મોડા સુધી મિત્રો સાથે બહાર રખડુ અને એમના ઘરે જ કે બહાર નાસ્તો કરી લેતો
પણ હવે 8 વાગે ઘરે પોહચી જઉ એ વિચારી ને કે એ પણ મારી સાથે જ જમે છેને (હા હુ પણ બદલાયો છુ.)

પેહલા કાલ ની ઉઠવા ની ચિંતા કર્યા વગર મોડે સુધી જાગતો અને ટી.વી જોતો કે મોબાઇલ રમતો.
પણ હવે એ થાકી હશે અને એની ઉંઘ બગડશે એ વિચારી ને હુ પણ એની સાથે જ સુઇ જઉ છુ. (હા હુ પણ બદલાયો છુ.)

પેહલ‍ા બેડ પર કે સોફા પર ગમે તેમ સુઇ જતો.
પણ હવે એક જ બ્લેનકેટ અને એક બેડ SHARE કરીયે છીયે અને હવે એક જ જગ્યા ની આદત પડી ગઇ છે.( હા હુ પણ બદલાયો છુ.)

પેહલા SUNDAY તો હુ ઘરે જ ના આવુ.આખો દિવસ મિત્રો સાથે ફરવા માંજ નિકળી જાય.
પણ હવે એ આજે ફરવા નઇ જાય તો ક્યારે જશે એ વિચારી ને ખાલી એની સાથે જ ફરવા જઉ છુ.( હા હુ પણ બદલાયો છુ.)

અને બીજુ ઘણુ બધુ......?

English Story by Jimmy Jani : 111065585
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now