* " મા ચેહર " *
તારા વિના કોઈ નથી મારુ રે,
મા ચેહર તારા વિના કોઈ નથી મારુ રે.
ધન દોલત કામ ના આવે,
સગા સંબંધી સાથ ના આવે.
મા ચેહર તમે મારા રુદિયે રેજો,
માવડી તમે મારી હારો હાર રેજો.
મા ચેહર મને તારી બનાવી લે,
માવડી દશઁન દઈ આશિષ આપો રે.
મા ચેહર તારા ચરણોમાં રમવા દો,
માવડી તારા પાલવ મા સમાવી દો.
મા ચેહર " ભાવના " કરે એક અરજ,
માવડી મારી લાજ ના જાય રે..........