લો આ અમે પણ આંસુ છૂપાવ્યા છે,
મીઠા સપનને ખૂણે સંતાડ્યા છે.
હસવું અમારું જિંદગીમાં એવું
કે જાણે ઘર જૂઠપના શણગાર્યા છે.
દીધી અમારી રોશની આ એને
જેણે મને રાહોમાં અટકાવ્યા છે.
ચીંધી છે મુજ પર આંગળી દોષીએ,
ને તેઓ મારા મૌનમાં ફાવ્યા છે.
ઉઘાડી દઈએ તે પછી શું થાય?
તેથી અમે તણખાને દફનાવ્યાં છે.
આજે ફરી ઉભા થયા જીવનમાં ,
ને સત વિચારો લઇ અમે આવ્યા છે.
આ ઝાડ જે ઉભું થયું ,કારણકે
આ બીજ ઊંડે પ્રેમના વાવ્યા છે.
િજજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'