@@@ દીકરીનું ગીત...
જન્મોની મારી પૂજા ફળી.
દેવીના રૂપમાં દીકરી મળી.
પ્રભુએ પ્રાર્થના મારી સાંભળી.
દેવીના રૂપમાં દીકરી મળી...(૨)
મારા હૃદયનો એ ધબકાર, સપના કરશે સૌ સાકાર....
સ્વર્ગથી સોહામણું છે એનું મુખડું.
જોઈને એને ભૂલું મારું દુઃખડું.
ઘરમાં ખુશીઓ ફરી વળી.
દેવીના રૂપમાં દીકરી મળી.
જન્મોની મારી પૂજા ફળી.
દેવીના રૂપમાં દીકરી મળી...(૨)
દીકરી દીવો છે ઘરનો, અંધકાર દૂર કરે ભવનો.....
એક નહિ એતો બે ઘર તરતી.
પિયરીયું સાસરિયું બન્ને અજવાળતી.
દૂધમાં સાકર જેમ જાય ભળી.
દેવીના રૂપમાં દીકરી મળી.
જન્મોની મારી પૂજા ફળી.
દેવીના રૂપમાં દીકરી મળી...(૨)
પાવન એનો અનુરાગ છે, દીકરી બાપનો જીવનબાગ છે.....
દેવીનો દીકરી સ્વયં અવતાર છે.
એની ઉપર જગનો આધાર છે.
એને પામી માવતર જાય તરી.
દેવીના રૂપમાં દીકરી મળી.
જન્મોની મારી પૂજા ફળી.
દેવીના રૂપમાં દીકરી મળી...(૨)
ગીતકાર:- અલ્કેશ ચાવડા 'અનુરાગ'
https://play.google.com/store/apps/details?id=com.vnerds.vartavaibhav
આવા બીજા ક્વોટ,વાર્તાઓ,કવિતાઓ અને ઉપયોગી આર્ટિકલ વાંચવા તેમજ જાતે લખવા માટે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો "શબ્દ સંજીવની" એપ... ઉપરની લિંકથી...