કેવો હોય છે પ્રેમ...
દુઃખ મારુ પણ આંસુ તારું
કેવો હોય છે પ્રેમ....
સુખી હું પણ હર્ષ તને
કેવો હોય છે પ્રેમ....
ગુસ્સો મારો પણ માફી તારી
કેવો હોય છે પ્રેમ....
મારી માંગ વિના ઈચ્છા મારી પુરી થાય
કેવો હોય છે પ્રેમ....
મારી હા માં છુપાયેલી ના પણ તું સમજે
કેવો હોય છે પ્રેમ....
મારી આંખ જોઈ તું સમજી જાય મારો દિવસ
કેવો હોય છે પ્રેમ.....
મારા વતી નું કામ કીધા વગર જ તું કરી જાય
કેવો હોય છે પ્રેમ....
શરીર મારુ પણ રહેનાર તું હોય
કેવો હોય છે પ્રેમ....
હૃદય મારુ પણ ધડકન તારા નામ ની
કેવો હોય છે પ્રેમ....
જૂઠું મારુ પણ સમજે સત્ય તું
કેવો હોય છે પ્રેમ....
બસ આવો જ પૂર્ણતા માં અપૂર્ણ હોય છે પ્રેમ.....
આવો પ્રેમ માત્ર પિતા જ પુત્રી ને આપી શકે છે...
મારા popsi માટે....
પર્લ મહેતા દ્વારા મનિષ મહેતા ને ભેટ...
--પર્લ મહેતા