કહેવી હતી ઘણી વાતો તને,પણ મેં એ ક્યારેય તને કહી નથી,
બોલીને કહેવું મને ગમતું નથી,ને મૌન સાંભળવાની તનેય પડી નથી
ફરિયાદ તો આજે પણ ઘણી છે આ દિલને તારા પ્રત્યે ,
પણ રિસાતા મને આવડતું નથી,ને મનાવવાની તનેય પડી નથી
કંઈક હશે તારી ભૂલ,ક્યાંક હું પણ ખોટો હોઈશ સંબંધ માં,
દૂર થવાનું કારણ હું જણાવતો નથી,ને પૂછવાની તનેય પડી નથી
હા, માનું છું કે નથી રહી મીઠાશ પહેલા જેવી સંબંધ માં હવે
પણ સંબંધ મારે તોડવો નથી,ને બચાવવાની તનેય પડી નથી
આંખ તો મારી કેટલીયે વાર ભરાઈ આવે છે તારી યાદોમાં,
પણ રડવું મને ગમતું નથી,ને મારા આંસુ લૂછવાની તનેય પડી નથી
અંતર વધ્યું તો છે આપણી વચ્ચે , એનું આ પ્રમાણ છે,
હું દૂર જતો નથી, અને નજીક આવવાની તનેય પડી નથી
હજી પણ રાહ જોવ છું એ જ માર્ગ પર જ્યાંથી તું છોડી ગઈ,
હું આગળ વધતો નથી, ને પાછું વળવાની તનેય પડી નથી
કેવી અજબ ગાંઠ પડી છે સંબંધ માં કે તકલીફ બંને ને થાય છે,
હું ગાંઠ તોડતો નથી, ને ગાંઠ છોડવાની તનેય પડી નથી
યાદ તો આપણે બંને નથી કરતા હવે એક બીજાને,
કારણ કે..તને હું ભુલ્યો નથી, ને મને યાદ કરવાની તનેય પડી નથી!!!
#MR