આપનું સ્મિત અને આપ ,આ બન્ને લાજવાબ છે ,
ને એ જોયા પછી ધડકે ,મારુ દિલ તો બેહિસાબ છે.
આપને જોયા પછી મને કળ વળે નહિ ,
શોધું તુજને પણ નિકટ જડે નહિ .
ને તું તો મળતું નથી એવું ગુલાબ છે.
આપનું સ્મિત ....
આપના ઈશારા મુજને તો ગમે છે,
ને મળે નજરથી નજર ને નયન નમે છે.
એમાં મનમોહક તુજ શબાબ છે.
આપનું સ્મિત ....
આપણી વચ્ચે કોઈ ભેદભરમ રાખ્યા નથી ,
ખાલી સહવાસના ફળ આપણે ચાખ્યા નથી.
છે ખુશી ,આપણી વચ્ચે ક્યાં કોઈ નકાબ છે!
આપનું સ્મિત ....
હદથી આગળ વધી જાશું તો શું થાશે?
એ પછી પાગલ મન ક્યાં જાશે?
પ્રેમ થાય તો દિલ ,ક્યાં કરે કોઈ હિસાબ છે?
આપનું સ્મિત ....
આપનું સ્મિત અને આપ ,આ બન્ને લાજવાબ છે ,
ને એ જોયા પછી ધડકે ,મારુ દિલ તો બેહિસાબ છે.
િજજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'