તારી દુનિયા ભલે હોય મારાથી જુદી,
તોય ફુલોથી મારા બગીચામાં તારી જ ખુશ્બુ ફેલાય છે...
તારા વિચારો ભલે હોય મારાથી જુદાં,
તોય કવિતાઓથી મારી ડાયરીમાં તારી જ વાતો લખાય છે...
તારા રસ્તા ભલે હોય મારાથી જુદાં,
તોય મંઝિલ મારી જ્યાં છે ત્યાં તારી જ હાજરી વર્તાય છે...
તારું દિલ ભલે હોય મારાથી જૂદું,
તોય ધડકનને મારી તારા જ અનંત શ્વાસો સંભળાય છે...
તારા મુલ્યો ભલે હોય મારાથી જુદાં,
તોય મારું મુલ્ય તો તારા જ અંકગણિતથી દર્શાવાય છે...
P. K...?