English Quote in Blog by Pranali Anjaria

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્વ વિકાસ એટલે શું?
આજ-કાલ વિકાસ શબ્દ ખુબ વેચાય છે. ભારત તેમજ ગુજરાત સરકાર પણ ચારે તરફ વિકાસ ના કાર્ય માં ગળાડુબ છે. એવા સમયે આપણે સ્વ-વિકાસ ને ભૂલી ગયા છીએ. સ્વ વિકાસ એટલે એવી માન્યતા લોકો માં પ્રવર્તે છે કે પોતાનો સ્વાર્થ સાધી ને કમાણી કરી લેવી તેને સ્વ- વિકાસ કહેવાય પણ આ માન્યતા તદન ખોટી છે. જયારે મનુષ્ય પોતાના આસ-પાસ ના આર્થિક, સામાજિક અને સંસ્કૃતિક વાતાવરણ માંથી લાભ કરતો કોઈ ગુણ ગ્રહણ કરે અને તેનાથી પોતાના વ્યક્તિત્વ ને ફૂલ ની જેમ ખીલવે ત્યારે તેને સાચો સ્વ-વિકાસ થયા ગણાય.જયારે અંતરાત્મા થી વિચારશો તો ખ્યાલ આવશે કે આપણે આ સ્વ-વિકાસ માં ઘણા પાછળ રહી ગયા છીએ. આપણી અંદર જે સુષુપ્ત રીતે શક્તિ પડી છે તે તો જીવન દરમ્યાન ક્યારેક ને ક્યારેક બહાર આવાની છે, પણ શું આપણે બીજા ના સારા વિચાર અને ગુણ અને પ્રતિભા થી પ્રભાવિત થઇ તેના સદગુણ ને પણ આપણા માં સમાવી ના શકીએ. સ્વ-વિકાસ નો આજ રસ્તો છે. સદગુણો અને સદ્કાર્ય ની ખાલી પ્રશંશા કરી બેસી જવા આપણે ટેવયેલા છીએ, પણ તેમાંથી પ્રેરણા લઇ પોતે કઈ કરવા તૈયાર નથી.
દુનિયાને આપણે જેવી રમણીય જોવા માંગીએ છીએ , તેવી દુનિયા ને બનાવવા માં આપણું યોગદાન પણ હોવું જોઈએ. આજ-કાલ સ્વચ્છતા-અભિયાન ની વાતો ચાલે છે, તો શું ભારતીય જનતા આના પહેલા સ્વચ્છતા નું મહત્વ અને ફાયદા નહોતી જાણતી? અભિયાન ચલાવું પડે અને લોકો ને ઘરે ઘરે પોસ્ટર અને ટી.વી ના માધ્યમથી થી સ્વચ્છતા નું મહત્વ સમજાવવું પડે તેવી આપણી જનતા આજે પણ જાહેર રસ્તા પર ઉકરડો કરવાની પોતાની આદત ને ભૂલી નથી. એવું લાગી રહ્યું જે દિવસ લોકો સમગ્ર દેશ ને પોતાનું ઘર માનશે ત્યારે જ પોતાના ઘર ની જેમ દેશ ને પણ સ્વચ્છ રાખવાની ભાવના પેદા થશે છે બાકી તો આવા અભિયાન નો કોઈ અર્થ સરતો નથી.સ્વ-વિકાસ માં સ્વચ્છતા નો ગુણ પણ આવે.
સ્વ-વિકાસ નાના બાળકો થી માંડી મોટા વડીલો સુધી સૌએ અપનાવો જોઈએ.નાના બાળકો જે હજુ પ્રાથમિક અભ્યાસ કરે છે તેને આપણે જો તેમનું કામ જાતે કરવાની આદત પાડીશું તો આપ મેળે તેનો સર્વાગીણ વિકાસ થશે.વડીલો જો આજ ના યુગ સાથે તાલમેલ બેસાડવા માંગતા હોઈ તો તેમને પણ નવી ટેકનોલોજી અને ઈન્ટરનેટ શીખી દુનિયા ને નવી નજરે જોવી જોઈએ.
યુવાનોએ મિત્રવર્તુળ નો સાથ લઇ નવા નવા ક્ષેત્ર માં કૌશલ્ય મેળવવું જોઈએ.જેટલી કુશળતા તમે મેળવશો ભવિષ્ય માં તમને જ મદદ રૂપ થશે. જો યુવાનો મોબાઈલ માં સમય બરબાદ કરવાને બદલે પોતાના ભવિષ્ય માટે ઉત્તમ કુશળતા પ્રાપ્ત કરવાનું શરુ કરે તો ભારત દેશ ને મહાસત્તા બનતા કોઈ રોકી ના શકે. આપણા યુવાનો મોબાઈલ અને ઈન્ટરનેટ ના એવા ચાળે ચડ્યા છે અને તેમાંથી ન ગ્રહણ કરવા જેવું જ ગ્રહણ કરી પોતાનું ભવિષ્ય જોખમ માં મૂકી રહ્યા છે. ટેકનોલોજી નો રચનાત્મક ઉપયોગ યુવાનો નથી કરતા . જ્ઞાન મેળવવા મોબાઈલ નો ઉપયોગ નથી કરતા. ફક્ત મનોરંજન અને ઓનલાઈન શોપીંગ મોબાઈલ નો હેતુ બની ગયો છે.મોબાઈલ માં ગેમ રમવાથી માનસીક રોગી બનતા વિદ્યાર્થીઓ ની સંખ્યા માં વધારો થઇ રહ્યો છે. શું આજની યુવાનો ને આપણે આવા ખોખલા બનાવવવા માંગીએ છીએ? ના તેને ઉત્તમ શિક્ષણ આપી સ્વબળે ઉચું આવા માટે આપણે પ્રેરિત કરવા જોઈએ.ત્યારે થશે સાચો સ્વ-વિકાસ તેમનો અને સાથે દેશ નો પણ.

English Blog by Pranali Anjaria : 111064137
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now