ગયા રવિવારે સાંજે હું મારા પરિવાર સાથે ફિલ્મ જોવા ગયેલી. અમારી પાછળની સીટ પર ચાર પાંચ કોલેજીયન છોકરાઓ બેઠેલા હતા. એ લોકો એમની જ મસ્તીમાં લીન હતા. એકબીજા જોડે મસ્તી કરતા, સીટ કૂદી કૂદીને એક લાઇનમાંથી બીજી લાઈનમાં જતા અને જોર જોરથી વાતો કરતા હતા, નાની નાની ગાળો પણ બોલી રહેલા.
એ શરૂઆતની દસેક મિનિટ મને એ લોકો ઉપર ખૂબ જ ગુસ્સો આવી ગયેલો. થયું કે આ લોકોમાં સંસ્કારનો છાંટોય નથી...!
ફિલ્મ શરૂ થઈ એ પહેલાં રાષ્ટ્રીય ગીત શરૂ થવા જઈ રહ્યું છે એવું જણાવતી એક જાહેરાત થોડીક સેકંડ માટે આવી, જાણે જાદુ થયું હોય એમ એ દરેક છોકરો એની સીટ આગળ આવી ઊભો રહી ગયો અને ધીમા સુરે, બધાએ શિસ્તબદ્ધ રીતે એકસાથે મળીને આપણું રાષ્ટ્રગીત ગાયું!!
સાચું કહું છું મનમાં એ લોકો માટે જે જે નેગેટિવ વિચાર આવેલા એ બધા જ એક પળમાં છું થઈ ગયા..અને થયું કે આજના યુવાનો ભલે મસ્તીખોર હોય પણ સાવ કાઢી નાખવા જેવા તો નથી જ. એ પછી એ લોકોએ શાંતિથી આખું પિક્ચર જોયું... મને ગર્વ છે આજની યુવા પેઢી પર અને ઉમ્મીદ પણ કે એક દિવસ એ લોકો જરૂર આપણા દેશનું નામ વધારે ઉંચાઈઓ પર લઈ જશે..
જય હિન્દ
જય ભારત
??????