દયાને યાદ રાખવાનું હો કર્તવ્ય આપણું.
માનવ તરીકે એ હશે ઔચિત્ય આપણું.
બાળક, વૃદ્ધ કે બીમાર પ્રત્યેની કરુણા,
દાખવીને મદદ કરવાનું મમત્વ આપણું.
દીન હીન કે દુઃખી દેખીને દ્રવવું જરુરી,
અબોલ પશુ પ્રત્યે પણ સમત્વ આપણું.
ધર્મનું મૂળ છે દયા જલસિંચન કરવાનું,
સૌ જીવોમાં માનવનું અધિપત્ય આપણું.
જીવમાત્ર પ્રત્યે દયાભાવના હોવી ઘટે,
એમાં જ પ્રગટે માનવનું સત્વ આપણું.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '