Gujarati Quote in News by Taja Samachar

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાષ્ટ્રીય: મધ્યપ્રદેશનાં 18માં મુખ્યમંત્રી તરીકે કોંગી ધારસભ્ય દળના નેતા કમલનાથે શપથ લીધા છે. રાજ્યપાલ આનંદીબેન પટેલએ ભોપાલના જંબૂરી મેદાનમાં થયેલા સમારોહમાં કમલનાથને શપથ અપાવ્યા હતા. કમલનાથ રાજ્યના સીએમ બન્યા પછી પહેલો નિર્ણય ખેડૂતોના ધિરાણ માફીનો લીધો હોવાનું જાણવા મળે છે. ત્યારપછી તેઓ બેરોજગારોને ભથ્થૂ આપવા વિશે ઓફિસરો સાથે ચર્ચા વિચારણાં કરશે. કમલનાથના મંત્રીમંડળની રચના 3-4 દિવસમાં થઈ શકે છે. નોંધનીય છે કે, મધ્યપ્રદેશના સીએમના શપથ સમારોહમાં વિપક્ષની એકતા જોવા મળી હતી. અહીં રાહુલ ગાંધીસાથે સ્ટેજ પર 10 વિપક્ષી નેતા હાજર રહ્યાં હતાં.

ગાંધીનગરઃ ગાંધીનગર મહાત્મા મંદીર ખાતે યોજનાર વાઇબ્રન્ટ સંમિટ 2019માં 2 લાખ ચો.મી.માં 2000 સ્ટોલ્સ લાગશે, 15 લાખ મુલાકાતીઓ આવશે. આ ઇવેન્ટ દરમિયાન તમામ મુલાકાતીઓ અને પ્રતિનિધિઓને વિનામૂલ્યે Wi-Fi–ઇન્ટરનેટની સુવિધા અપાશે. આ ઇવેન્ટમાં 100થી વધુ દેશોના 3000 આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સ ભાગ લે તેવી સંભાવના છે. ઉપરાંત 18 જેટલા વિશાળ ડોમ તૈયાર કરાશે, 25 ક્ષેત્રોની 2000થી વધુ કંપનીઓ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2003માં 3000 ચોરસ મીટર પ્રદર્શન વિસ્તારમાં 36 સ્ટોલ્સ સાથે શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ થઇ હતી.

મુંબઇઃ મુંબઇમાં અંધેરી ઇસ્ટમાં મરોલ ખાતે આવેલી એસિક કામગાર હોસ્પિટલ ખાતે ફાટી નીકળેલી એક આગમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જ્યારે અનેકને ઇજા થઇ હોવાના અહેવાલ છે.

રાષ્ટ્રીયઃ કેન્દ્ર સરકારે 37 જેટલી આરોગ્યને લગતી વેબસાઇટ્સને બનાવટી ગણાવીને તેમને નોટીસ જારી કરી છે. તેમાંની કેટલી વેબસાઇટ્સ નુકસાનકારક અને દ્વેષપૂર્ણ ઇરાદો ધરાવતી નતી ત્યારે તેમાંની થોડી વેબસાઇટ્સ લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. નેશનલ હેલ્થ એજન્સીએ અમુક બનાવટી વેબસાઇટ્સની યાદી જાહેર કરી છે.

રાષ્ટ્રીયઃ માલદીવના પ્રેસિડન્ટ ઇબ્રાહીમ સોલીહ રવિવારે ભારતના ત્રણ દિવસીય મુલાકાત માટે આવી પહોંચતા જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બન્ને દેશો વચ્ચેના જોડાણને વધુ મજબૂત બનાવવા માટે વાતચીત થઇ હતી તેમજ આ દરમિયાન નરેન્દ્ર મોદીએ આજે માલદીવ્સને 1.4 અબજ ડોલરની નાણાં સહાય આપવાની જાહેરાત કરી હતી.

ગૂગલઃ આલ્ફાબેટ ઇન્કની ગૂગલ ન્યુયોર્ક ખાતે તેના નવા કેમ્પ્સની સ્થાપના માટે 1 અબજ ડોલરથી વધુનું રોકાણ કરવા જઇ રહી છે, ઉલ્લેખનીય છે કે 1.7 મિલીયન સ્ક્વેર ફૂટ કેમ્પસ કે જે ગૂગલ હડસન સ્ક્વેર તરીકે ઓળખાય છે, તેમાં હડસન સ્ટ્રીટ અને વોશિગ્ટોન સ્ટ્રીટ ખાતે આવેલી ભાડાની મિલકતોનો પણ સમાવેશ થાય છે એમ કંપનીએ જે પોતાની એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું. ગુગલ આ બિલ્ડીંગમાં 2022માં જવાનું વિચારી રહ્યું છે.

માર્કટઃ મેટલ્સ અને એફએમસીજી શેરોમાં આવેલા ઊછાળાને પગલે આજે સેન્સેક્સમાં એક ટકાનો વધારો થયો હતો. એસએન્ડપી બીએસઇ સેન્સેક્સ આજે કામકાજને અંતે 307 પોઇન્ટ ઊંચકાઇને 36,270 પોઇન્ટના મથાળે બંધ આવ્યો હતો. જ્યારે નિફ્ટી 83 પોઇન્ટ અથવા 0.8 ટકા વધીને 10,888 પર સેટલ થઇ હતી.

Gujarati News by Taja Samachar : 111062835
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now