મરક મરક હસે તું કાયમ.
ક્યારેક તો હસ તું ખડખડાટ..
ઝરમર ઝરમર વરસે તું કાયમ.
ક્યારેક તો વરસ તું અનરાધાર...
મંદ મંદ લહેરાતો તું કાયમ.
ક્યારેક તો બન તું ઝંઝાવાત...
પા-પા પગલી ભરતો તું કાયમ.
ક્યારેક તો ભર તું હરણફાળ...
ટમટમ કરતો ટમકે તું કાયમ.
ક્યારેક તો કર તું ઝગમગાટ...
મારુ મારુ કરતો તું કાયમ.
ક્યારેક તો બન તું ભાગીદાર...
મૂર્તિમાં તો રહેતો તું કાયમ.
ક્યારેક તો કર તું સાક્ષાત્કાર....
"કાજલ"