ભક્ત અને ભગવાન કાયમ એકબીજાનું માન રાખે છે,
સાથે મળીને દુનિયાનું ભલું થાય એ જ માત્ર વિચારે છે.
નથી પડતો કોઈ ફરક એમને બીજાની વિચારધારાથી
છો કહે કોઈ જિદ્દી છતાં સત્ય માટે અડગતા બતાવે છે.
મોહને વશ થઇ નથી કરતા કોઈ ગેરવાજબી નિર્ણયો
સાચો સારો અને સરળ માર્ગ એ કાયમ બધાને ચીંધે છે.
વિશ્વાસની પવિત્ર ગંગામાં વહે છે વિચારો એમના દરેક
મોહમાયા પાપ પુણ્યની સલાહ વણમાંગે સૌને આપે છે.
અનેકની પીડા કેમ કરતા હશે દૂર એ હસતા મુખ રાખી
દરરોજ પોતાના કામ માત્રથી એ સૌને પ્રેરણા આપે છે.