Gujarati Quote in Song by Kajal

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને મારુ ગામડુ ગમે.
જાણે હૈયાનું ઠેકાણું મળે.

શૈશવના મીઠા સંભારણા મળે.
જાણે નાનું બાળ બનવા મળે.

પંખીનો મધુરો કલરવ મળે.
જાણે હૃદયને એક ગીત મળે.

પરોઢનો ઉગતો સુરજ મળે.
જાણે આયખાનો ઉજાસ મળે.

વલોણાનો મીઠો રણકાર મળે.
જાણે માખણમાં કનૈયો મળે.

પનિહારીના મીઠા પાયલ ખનકે.
જાણે નીરસ હૈયાને સૂર મળે.

લીપેલી ઝૂંપડીમાં ટાઢક મળે.
જાણે ધરતીની મીઠી સોડમ ભળે.

ગૌરી ગાયના દૂધડા મળે.
જાણે ગૌરસમાં અમીરસ ભળે.

આથમતી સાંજનો સુરજ મળે.
જાણે નવા પ્રભાતની આશ મળે.

માવડીનો હુંફાળો ખોળો મળે.
જાણે સ્વર્ગના સુખ ઝાંખા પડે.

મને મારુ ગામડુ ગમે.

"કાજલ"

Gujarati Song by Kajal : 111060451
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now