ગોકુળની ગાવડી પણ તરસતી હશે.
જ્યારે કૃષ્ણએ ગોકુળ છોડ્યુ હશે.
માડી જશોદા પણ મૂંઝાણી હશે.
જ્યારે કૃષ્ણએ ગોકુળ છોડ્યું હશે.
નંદબાવાના મનડા પણ ઘેરાયા હશે.
જ્યારે કૃષ્ણએ ગોકુળ છોડયુ હશે.
રાધા રાણી પણ રીસાણી હશે.
જ્યારે કૃષ્ણએ ગોકુળ છોડયુ હશે.
ગોપગોવાળો પણ વિહવળ હશે.
જ્યારે કૃષ્ણએ ગોકુળ છોડયુ હશે.
ગોપીઓ પણ ભાન ભૂલી હશે.
જ્યારે કૃષ્ણએ ગોકુળ છોડયુ હશે.
ગોકુળની ધરતી પણ ધ્રૂજી હશે.
જ્યારે કૃષ્ણએ ગોકુળ છોડયુ હશે.
જગતનો નાથ પણ ખુદ દુભાયો હશે.
જ્યારે પોતે ગોકુળ છોડયુ હશે.
"કાજલ"