હું કોઇ કવિ નથી કે હું કોઇ શાયર પણ નથી...
કારણકે કવિ ના હોવાને કારણે હું કવિતા લખતો નથી તેવી જ રીતે શાયર નથી તેથી હું શાયરી લખતો નથી.
જેનું જેવું કામ ને જેનામાં જેવી આવડત હોય તે રચના કરેછે.
કુદરતે દરેક ને કંઇક ને કંઇક કરવા માટે બુધ્ધી આવડત ને શોખ આપ્યો છે.
તેનો દરેકે પોતાના જીવનમાં સદઉપયોગ કરવો જોઈએ.
તે તેમની આવડતને બહાર લાવવાની કોશિશ કરવી જોઈએ. તેથી તેમની આવડતમાં એક પ્રકારનો વધારો થશે તેમજ તેમની કલાનો વિકાસ પણ થશે.
આજે દુનિયામાં ઘણો મોટો વર્ગ છે જે કવિતા વાંચનારો છે તેમજ તેનાથી વધું શાયરી વાંચનારો પણ ઘણો મોટો વર્ગ છે.
આપણે આપણી આવડતને બહાર લાવવાની જરુર છે. જો તમે તમારી આવડતને આમજ સંતાડી રાખશો તો તમારી તે આવડતનો વિકાસ રુંધાઇ જશે તેમજ તમને પાછળથી ઘણો અફસોસ રહી જશે.
આજે ઘણા જ કલાકારો એક નાની ઝુપડપટ્ટીમાંથી આવીને દુનિયામાં છવાઇ ગયા છે માટે તમે એવું ના સમજશો કે તમને બીજા કરતા બહુજ નાની લાઇન ઉપર છો!
તમે પણ પહેલું પગથીયું ચઢીને આસમાનની ટોચ ઉપર બેસી શકો છો. પણ તેના માટે તમારી ધગજ ને એક આત્મવિશ્વાસની જરુર છે. તો ઉઠો, જાગો ને તમારી દરેક શક્તિઓને બહાર દુનિયા સામે લાવો ને એક અવાજે બોલો કે..
હમ કિસીસે કમ નહીં...
બસ પછી જુઓ કે દુનિયા કેવી રીતે તમારી સામે ઝૂકે છે!
બસ ઝુકાનેવાલા ચાહીએ.
શું મારી વાત સાચી છે!
હું પણ કોઇ લેખક નથી પણ મને એક મારા ઘરની અગાસીમાં બેસીને આ શુભ વિચારો લખવાની પ્રેરણા મળી...
લોકો મને એમ કહેતા કે એ લા તું અગાસીમાં બેસીને શું કરેછે!
સ્કુલેથી આવીને ગામમાં ફરવાને બદલે તું સીધો તારા ઘરની અગાસીમાં બેસી જાયછે!
પણ આ લોકોને હું કેવી રીતે સમજાવું કે હું આમ જ અગાસીમાં બેસતો નથી પણ હું મારી કંઇક રચના કરી રહ્યો છું.
બસ પછી તો આ અગાશીમાં બેઠા બેઠા મે ઘણા ટીવી નાટકો લખ્યા તેમજ ઘણી ધાર્મીક પુસ્તકોમાં લેખો લખ્યા તેમજ ઘણી ફિલ્મોની સ્ટોરીની પણ રચનાઓ કરી છે.
કવિ શાયર કે લેખકને હમેશાં એકાન્ત જોઇએ. જો તેને એકાન્ત મળી રહે તો તે સારામાં સારી કોઇ રચના કરી શકે તેમાં બેમત નથી જ