કવિતા:-કાનો આવ્યો,
કાનો આવ્યો મારાં દલડે,
લાગ્યું રુંધાયો એ મનડે,
જા જા તનેં તારીમથુરા બોલાવે,
આ ગોકળિયું તો તનેં જાણે દઝાડે!!!!!
દેવકીમા તનેં લાડ લડાવશે,
યશોદામા નું અહીં હૈયું વલોવાશે,,
જા જા કાના તનેં દ્વારિકા બોલાવે,
રાજા બનવા નું તનેં જાણે, બહું ફાવે, પછી,
ગોવાલણ આ રાધા સંગ કેમ તને ફાવે?
રુક્મણી સંગ તારુ હૈયું હિલોળાવે!!!
વૃંદાવન નાં તોફાન તનેં યાદ કેમ આવે?
જા જા રે કાના જા તારું કર્તવ્ય તનેં બોલાવે,
ઘેલી આ રાધા તનેં યાદ કેમ આવે?
તારાં આંસુડે મારું અંગેઅંગ ભીનું થાયે,
છતાં ય કેમ કાના તારાં સ્મરણો મનેં દઝાડે????
જા જા કાના તનેં કેમ ભૂલી જવાયે?
યાદો ની પૂનમે હૈયું રાસ રચાવે!!!
જીવંત હું મારાં કાના નાં વાંકે,
તારી યાદો માં રહી ને જ તનેં અવિરત જીવાયે.
મીસ. મીરાં....