વહાલાં થઈને તારાજ કરે છે વ્યસન.
કેટકેટલાં ઉદરમાં ઝેર ભરે છે વ્યસન.
શરુઆતમાં સારાં લાગતાંને ગમતાં,
આખરે કેવા રોગ નોતરે છે વ્યસન.
ઘડીની મઝા ભાવિ પતનમાં ધકેલતી,
વ્યક્તિને કેવી બેહાલ કરે છે વ્યસન.
આર્થિક, નૈતિક કે સામાજિક ક્ષેત્રમાં,
કેટકેટલું છેવટે આપીને હરે છે વ્યસન.
અધઃપતનની નિસરણી સમજી લોને,
ચડાવી ઊંચેને ધક્કો મારે છે વ્યસન.
છોડવા એને દ્રઢ મનોબળ છે જરુરી,
નહિતર રોગોની ભેટ ધરે છે વ્યસન.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '