Gujarati Quote in Quotes by Kanha

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કવિતા:-
ખારાં દરિયા નેં પૂછ્યું, કેમ આટલો તોફાની છે,તું?

આ તો નદીઓ ની વ્યથા ઓ નાં ધણાં બધાં અહેસાનો માં છું.

રોજ રોજ ની પરાકાષ્ઠા નાં ખારાં છતાં, ગમતાં અહેસાસ માં છું.

માણસો ની જેમ, નથી બની શકતો.
એટલે, જ ખુદ માં જ ઘણો વ્યથા માં છું.

નદીઓ ની ધારાઓ નાં અનોખા સહવાસમાં છું.
એટલે જ શાંત નથી, પણ, સહનશીલતા નાં ઉદાહરણ માં છું.

પ્રશ્નો નાં તોફાનો મારી લહેરો માં ધરતો,
એટલે, જ આટલો તોફાની છું.

સૌની ઠાલવેલી વ્યથા ઓ નો મહાસાગર હું છું.
પણ, ખુદ નાં વિષાદ માં સદા રડતો હું રહું છું.

સમજવા ની શક્તિ મુજ નેં નથી કદાચ કોઈ માં.
એટલે, જ અવિરત, ઉછળતો રહેતો, અલગ અહેસાસ છું.

સંવેદના ઓ નો નિઃસ્વાર્થ
તરવરાટ છું.
છતાં પણ, બદનામ સદા એમ, કે, ખારો છું.

જીવન આપતો, નદીઓ નેં સદાય છતાંય, અલગ ચર્ચા માં છું.
ઉછળતા, ખારો, તોફાની, અફાટ, અવિરત, બદનામ,દરિયો છું હું.

-મીસ. મીરાં....

Gujarati Quotes by Kanha : 111056683
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now